ગુજરાતી ડોન પર આધારિત શાહરુખ ખાનની ફિલ્મ ‘રઈસ’ આવતા વર્ષે ઈદ પર રિલીઝ થવાની છે, પરંતુ અત્યારથી સિનેરસિકોમાં આ ફિલ્મ અંગે ઉત્સાહ જણાઈ રહ્યો છે. શાહરુખ ખાનને ડર છે કે ક્યાંક આ ફિલ્મ પર પ્રતિબંધ લદાઈ ન જાય.
ફિલ્મ ડિરેક્ટર રાહુલ ધોળકિયાની ‘રઈસ’ ગુજરાતના ડોન પર આધારિત ફિલ્મ છે જેમાં પાકિસ્તાની અભિનેત્રી માહિરા ખાન છે. ફિલ્મમાં નવાઝુદ્દીન પોલીસ અધિકારીની ભૂમિકામાં છે. રાહુલ ધોળકિયાની ફિલ્મ ‘પરઝાનિયા’ને ગુજરાતમાં પ્રતિબંધિત કરવામાં આવી હતી. આ ફિલ્મ ગોધરાકાંડ બાદના તોફાનોમાં પારસી પરિવારના ગુમ થયેલા પુત્ર પર આધારિત હતી. ગુજરાતમાં આ ફિલ્મનો ઘણો જ વિરોધ થયો હતો એટલે ‘રઈસ’નો પણ વિરોધ થવાનો તેમજ તેના પર પ્રતિબંધનો શાહુરખને ડર છે. શાહરુખે કહ્યું હતું કે ફિલ્મનું મોટાભાગનું શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે. આ ફિલ્મનું લાસ્ટ શિડ્યુલ બાકી છે. ૨૦ દિવસનું શૂટિંગ અમદાવાદમાં થશે.