શાહરુખ ખાનને લંડનમાં ‘ગેમ ચેન્જર’ એવોર્ડ

Thursday 13th September 2018 05:29 EDT
 
 

મુંબઈઃ શાહરુખ ખાને કારકિર્દીમાં એકથી એક બહેતર ફિલ્મો આપી છે. ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’, ‘કુછ કુછ હોતા હૈ’ અને ‘કભી ખુશી કભી ગમ’ ફિલ્મોએ ફક્ત ભારતમાં જ નહીં, પરંતુ વિદેશોમાં પણ સફળતાનો ઝંડો ફરકાવ્યો છે. આ રીતે તેણે હિંદી સિનેમાને આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતીય સિનેમાના પ્રતિનિધિત્વમાં મહત્ત્વનું યોગદાન આપ્યું છે. શાહરુખ ખાને આપેલા આ યોગદાન બદલ તાજેતરમાં તેને લંડનનો ગેમ ચેન્જર એવોર્ડ ઘોષિત થયો છે. શાહરુખ ખાનને ગેમ ચેન્જર્સ ઓફ ઇન્ડિયા હોલ ઓફ ફેમ થી નવાજવામાં આવ્યો છે. આ સમ્માન તેને સિનેમાજગતમાં શાનદાર કામ અને હિંદી ફિલ્મોને ઇન્ટરનેશનલ લેવલ પર વિશેષ ઓળખ ઊભી કરવા આપવામાં આવ્યો છે. ખાસ વાત એ છે કે આ એવોર્ડ કિંગ ખાનને લંડનમાં યોજાયેલી એક બિઝનેસ સમિટ દરમિયાન આપવામાં આવ્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter