શાહરુખખાને મુંબઇની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં ડાબા પગના ઘૂંટણની સર્જરી કરાવી છે. ઓર્થોપેડિક સર્જન ડો. સંજય દેસાઈના પ્રવક્તાએ જણાવ્યું હતું. શાહરુખ હજુ હોસ્પિટલમાં જ છે અને ૨૯ મેએ તેને હોસ્પિટલમાંથી રજા મળે તેવી સંભાવના છે. જોકે, શાહરુખની આ પ્રથમ ઓર્થોપેડિક સર્જરી નથી. એક દસકા અગાઉ તેણે ખભા, કાંડા અને સ્પાઈનની બીમારીને કારણે સર્જરી કરાવી હતી. સૂત્રો કહે છે કે, શાહરુખની તબિયત સર્જરી પછી સારી છે અને તે ઝડપથી સાજો થઈ રહ્યો છે. શાહરુખે આર્થ્રોસ્કોપિક સર્જરી કરાવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. છેલ્લા કેટલાક મહિનાઓથી શાહરુખ ખાનને ડાબા પગના ઘૂંટણમાં વારંવાર પીડા થતી હતી. તેણે આ પહેલા તેની રા-વન ફિલ્મના શૂટીંગ વખતે તેના ખભાના રોટર કફ મસલ્સમાં નુકસાન થવાના કારણે કરાવી હતી.