ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની કોલકાતા નાઇટ રાઇડર્સ ટીમના માલિક શાહરુખખાન પર વર્ષ ૨૦૧૨માં વાનખેડે સ્ટેડિયમમાં પ્રવેશ માટે પ્રતિબંધ મૂકાયો હતો. મુંબઈ ક્રિકેટ એસોસિએશન (એમસીએ)ની ૨ ઓગસ્ટે યોજાયેલી બેઠકમાં શાહરુખ પરનો આ પ્રતિબંધ હટાવાયો હતો.
જોકે, પાંચ વર્ષનો પ્રતિબંધ ત્રણ વર્ષમાં કઈ રીતે ઉઠી ગયો એ પ્રશ્નનો જવાબ હજી અદ્ધરતાલ જ છે.
વેસ્ટ ઇન્ડિઝમાં રમાયેલી સીપીએલ (કેરિબિયન પ્રીમિયર લીગ)માં શાહરુખખાનની ટીમ ત્રિનિદાદ એન્ડ ટોબેગો રેડ સ્ટીલ ચેમ્પિયન બની હતી આથી હવે તેની ખુશીમાં વધારો થયો છે.