બોલિવૂડમાં એવા સમાચાર ચર્ચામાં છે કે શાહિદની પત્ની મીરાં રાજપૂત સગર્ભા છે અને આ યુગલને ત્યાં નવા મહેમાનના આગમનની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. શાહિદ કપૂર અને મીરાં રાજપૂતના લગ્ન ગત વર્ષે જુલાઈમાં થયાં હતાં. દિલ્હીમાં કુટુંબીજનો અને મિત્રોની હાજરીમાં તેમનાં લગ્ન થયા પછી મુંબઈમાં રિસેપ્શન યોજવામાં આવ્યું હતું.