શાહિદ કપૂર માટે નવા વર્ષમાં શુભ શરૂઆત થઇ છે. ગત વર્ષે પ્રદર્શિત થયેલી તેની ફિલ્મ ‘હૈદર’માં તેની એક્ટિંગની ભરપૂર પ્રશંસા થઇ રહી છે. આ માટે તેને પ્રતિષ્ઠિત ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો છે. આથી હવે તેના કામની કદર થતા તે પોતાને યોગ્ય અભિનેતા માને છે. શાહિદ કહે છે કે, ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ટેક્નોલોજીની સાથે કલાકારો અને દર્શકોમાં ઘણું પરિવર્તન આવ્યું છે. એક સમયની કંટાળાજનક ફિલ્મો અત્યારે હિટ થાય છે. ‘આર. રાજકુમાર’ અને ‘હૈદર’ની સફળતા પહેલા શાહિદ ખરાબ સમયમાંથી પસાર થયો હતો.