કરીના કપૂર પોતાના ભૂતપૂર્વ પ્રેમી શાહિદ કપૂરના લગ્નમાં હાજરી આપશે તેવું જણાવે છે. આથી બંને વચ્ચે હજુ પણ મિત્રતા હોવાની બાબત સાબિત થઈ ચૂકી છે. કરીના કપૂર કહે છે કે, શાહિદ લગ્ન કરી રહ્યો છે તે બાબત ચોક્કસપણે ખુશીની છે. લગ્ન સમારંભમાં તે હાજર રહેશે. ૩૪ વર્ષીય કરીના કપૂર અને શાહિદ ઘણા વર્ષો સુધી એકબીજાના ગાઢ પ્રેમમાં હતા. જોકે, વર્ષ ૨૦૦૭માં એક બીજાથી અલગ થતાં પહેલાં કરીના અને શાહિદ ત્રણ વર્ષ સુધી એકબીજાના પ્રેમમાં રહ્યા હતા. ૩૪ વર્ષીય શાહિદ દિલ્હીની યુવતી મીરા રાજપૂત સાથે ટૂંકમાં લગ્ન કરશે.
કરીનાએ જણાવ્યું હતું કે, શાહિદ તે લગ્ન કરી રહ્યો છે તે વાત કરી હતી. તે હવે ખુશ છે. લગ્ન એક સુંદર કમિટમેન્ટ છે. કરીના શાહિદને કોઈ સલાહ આપશે કે કેમ તે અંગે તેણે કહ્યું હતું કે તે કોઈને સલાહ આપવામાં માનતી નથી. આમંત્રણ મળશે તો શાહિદના લગ્નમાં હાજરી આપવા માટે જશે કે કેમ તે અંગે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં કરીનાએ કહ્યું હતું કે તે ચોક્કસપણે લગ્નમાં હાજરી આપવા જશે.