શિલ્પા શેટ્ટીએ બોલિવૂડમાં જ નહીં પણ હોલિવૂડમાં પણ પોતાની આગવી ઓળખ બનાવી છે. વર્ષ ૨૦૦૭માં બ્રિટિશ રિયાલિટી શો ‘સેલિબ્રિટી બિગ બ્રધર’ની વિજેતા રહી ચૂકેલી શિલ્પા શેટ્ટી હવે રેડિયો દ્વારા લંડનમાં બોલિવૂડ સાથે જોડાયેલી વાતો જણાવશે. સપ્ટેમ્બરથી શરૂ થનાર બીબીસી રેડિયો-૨માં શિલ્પા લંડનનાં લોકો માટે ફિલ્મો અંગેની ચર્ચા કરશે. તેણે ટ્વિટર પર આ બાબતે જણાવ્યું છે, તેણે ટ્વિટ કરતાં કહ્યું કે અત્યારે રેડિયો દ્વારા લંડનનાં લોકો સાથે ફિલ્મી સંવાદ માટેનું રેકોર્ડિંગ થઇ રહ્યું છે. ટૂંક સમયમાં હું રેડિયો જોકી બનીને લંડનમાં બોલિવૂડને પહોંચાડીશ. તેણે વધુમાં જણાવ્યું હતું કે, તે આ શોમાં લતા મંગેશ્કર અને કરણ જોહર સાથે વાતચીત કરશે. તેણે ટ્વિટર પર ‘રેડિયો જોકી શિલ્પાનો ફોટો’ મુક્યો હતો.