લાંબા સમયથી પોતાની આશાસ્પદ ફિલ્મ ‘પાણી’ અટકી ગયા પછી ફિલ્મસર્જક શેખર કપૂર પોતાની દિગ્દર્શક તરીકે કારકિર્દીની શરૂઆત કરનાર ફિલ્મ ‘માસૂમ’ પર પાછા વળ્યા છે. ‘મેન વુમન એન્ડ ચાઇન્ડ’ નામની નોવેલ પરથી બનાવાયેલી ફિલ્મ ‘માસૂમ’માં નસરુદ્દીન શાહ અને શબાના આઝમી હતા. રિપોર્ટ અનુસાર, ગયા વર્ષે જ્યારે શેખર કપૂરે પોતાની કોલેજની મુલાકાત લીધી ત્યારે ત્યાંના વિદ્યાર્થીઓએ ‘માસૂમ’ની સિકવલ બનાવવા અંગે સૂચન આપ્યું હતું. જે પછી શેખર કપૂરે પણ પોતે સ્ક્રિપ્ટ પર કામ કરી રહ્યા અંગે જાહેર કર્યું હતું.