બોલીવૂડના શોમેન રાજ કપૂરનું પેશાવરમાં આવેલું વંશપરંપરાગત ઘર તોડી પડાશે એવા સમાચાર તાજેતરમાં વહેતા થયા છે. એક સ્થાનિક અખબારના રિપોર્ટ મુજબ ઐતિહાસિક કપૂર હવેલીમાં રાજ કપૂરનો જન્મ થયો હતો એ અને કેટલાક અન્ય ઘરોને તોડી પાડવાનું કામ શરૂ થઈ ગયું છે.
૧૪મી જાન્યુઆરીના રોજ ૯૮ વર્ષ જૂની આ હવેલીનું છાપરું તોડી નંખાયું હતું. પેશાવરમાં આ મકાન ધક્કી મુનાવરશાહમાં પ્રખ્યાત કિસ્સા ખવાની બજાર નજીક આવેલું છે. આ મકાન છ માળનું છે. મકાન આગલા ભાગમાં ફૂલોની કલાત્મક રચના અને ઝરૂખાઓ ધરાવે છે.
રાજ કપૂરના કુટુંબે આ મકાન તોડી પાડવા સામે કોઈ વિરોધ નોંધાવ્યો નથી. રિશી કપૂરે જણાવ્યું હતું કે ‘આ પ્રોપર્ટી પાકિસ્તાની સરકારની છે અને એનું શું કરવું એ નિર્ણય ત્યાંની સરકારે લેવાનો છે.’