ભારતભરમાં ગુરુ નાનક જયંતી અને ગુરુ પરબની ઊજવણી ચોથી નવેમ્બરે કરાઈ હતી, આ દિવસે શીખોના પ્રથમ ગુરુ નાનકનો જન્મ થયો હતો તેમણે શીખ ધર્મની સ્થાપના કરી હતી. શ્રીદેવી, અજય દેવગણ, અનિલ કપૂર, રિશી કપૂર, અભિષેક બચ્ચન અને અન્ય બોલિવૂડની હસ્તીઓએ આ શુભ અવસર પોતાની શુભેચ્છાઓ પાઠવી હતી.
શ્રીદેવીએ અમૃતસરમાં આવેલા સુવર્ણ મંદિરમાં લીધેલી પોતાની તસવીર શેર કરી લખ્યું હતું, ‘ગુરુ નાનક જયંતી’ જોકે આ તસવીર જૂની હોય એવું લાગી રહ્યું હતું કે કારણ કે શ્રીદેવી ચોથીએ લંડનમાં હતી. બીજા સંદેશામાં શ્રીદેવીએ શુભેચ્છા પાઠવતાં લખ્યું હતું ‘બધાંને ગુરુ નાનક જયંતીની શુભકામનાઓ’