નવી દિલ્હીઃ શ્રીદેવી વજન ન વધે તે માટે હાઈડ્રોક્સિલ નામની ગોળીઓ લેતા હતા. આ દવા વજનને નિયંત્રણમાં રાખવાનું કામ કરે છે. હાઈડ્રોક્સિલથી ભૂખ ઓછી લાગે છે અથવા તો કહો કે ભૂખ મરી જાય છે. ભૂખ લાગે નહીં એટલે શરીરમાં ચરબી પણ વધતી અટકે છે. આ કારણે શ્રીદેવીનું વજન જેટલું હોવું જોઈએ એના કરતા પણ ઓછું હતું. આ દવા મેટાબોલિક રેટ વધારે છે અને એનાથી હાર્ટ બિટ્સ વધુ ઝડપે ચાલે છે. આ દવાની ઘણી વખત આડઅસર થાય તો હાર્ટ એટેક આવવાની શક્યતા પણ હોય છે.
કાર્ડિયાક એટેક અલગ છે હાર્ટ એટેકથી
હાર્ટ એટેક અને કાર્ડિયાક એટેકમાં ઘણો તફાવત છે. સામાન્ય રીતે કાર્ડિયાક એટેકને પણ હાર્ટ એટેક જ ગણાવાય છે, પણ એવું નથી. હાર્ટ એટેક હૃદયની અંદર લોહી બ્લોક થવાથી આવે છે. હાર્ટના અંદરના ભાગમાં ઓક્સિજન ન મળે તેના કારણે હાર્ટ એટેક આવે છે અને હાર્ટ એટેક આવે ત્યારે એના લક્ષણ દેખાવા માંડે છે. હૃદયના ધબકાર માટે હૃદયમાં ઇલેક્ટ્રિકલ સિગ્નલ હોવું જરૂરી છે જ્યારે હૃદયને મળતા આ ઇલેક્ટ્રિક સિગ્નલ બંધ થાય તેને કાર્ડિયાક એરેસ્ટ કહે છે. આ સજોગોમાં હૃદય મીનિટોમાં જ બંધ થઇ જાય છે અને ફેફસાં તેમજ મગજમાં લોહી ન પહોંચતા માણસ મૃત્ય પામે છે.