કમલ હાસન અને સારિકાની દીકરી શ્રુતિ પહેલાં વિદેશી બોયફ્રેન્ડને લીધે વિવાદમાં સપડાઈ હતી. બ્રેકઅપ પછી હવેનવા વિવાદમાં પડી છે. એક તેલુગુ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં તેણે કહ્યું કે તે લંડનમાં સાદું જીવન જીવે છે બે વર્ષથી આલોકોહોલ છોડી દીધું છે. તેના નિવેદનથી વિવાદ ઊભો થયો અને તેને આલ્કોહોલિક કહીને ટ્રોલ કરાઈ. એ પછી શ્રુતિએ કહ્યું કે, મેં જે સાચું હતું કે તે કહ્યું અને તેમાંથી વિવાદ ઊભો થયો. આજે આલ્કોહોલ લેવું કલ્ચરનો હિસ્સો છે, પણ મારી જેમ કોઈ ખુલ્લેઆમ એકરાર કરતું નથી. જોકે હું હવે તો સાદું જીવન જીવું છું. છેલ્લાં એક વર્ષથી શ્રુતિ લંડનમાં એકલી રહેતી હતી. ત્યાં તેણે આપબળે મ્યુઝિક ઉદ્યોગમાં પ્રવેશ કર્યો છે. તે કહે છે કે એકલા રહેવાનો સાચો આનંદ મેં અહીં અનુભવ્યો છે.