મુંબઈઃ બોલિવૂડ અભિનેતા શ્રેયસ તલપડેના પિતા અનિલ તલપડેનું ૧૩મી ઓક્ટોબરે નિધન થયું હતું. સ્વ. અનિલ તલપડેને શ્રદ્ધાંજલિ આપતાં શ્રેયસ તલપડેના ઘરે ૧૯મી ઓક્ટોબરે પ્રાર્થનાસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મંજરી ફડણવીસ, જેકી શ્રોફ સહિત બોલિવૂડની ઘણી હસ્તીઓએ હાજરી આપીને શ્રેયસ અને તેના પરિવારને સાંત્વના આપી હતી.