પ્રતિભાશાળી યુવા અભિનેતા-દિગ્દર્શક શ્રેયસ તળપદેના મોતની અફવા ફેલાતાં તેણે સોશિયલ મીડિયામાં ચાહકોને આવી અફવામાં ન માનવા વિનંતી કરી હતી. શ્રેયસે જણાવ્યું હતું કે હું ખુશ છું અને સ્વસ્થ છું. શ્રેયસના જણાવ્યા અનુસાર કોઈ મજાક કરી રહ્યું છે, પરંતુ આવી વાતની મારા પરિવાર પર ગંભીર અસર થાય છે. મારી દીકરીને સ્કૂલમાં લોકો આ વિશે સવાલો કરે છે. તેના કારણે તે ચિંતિત બનીને મારી તબિયત વિશે પૂછ્યા કરે છે. ઉલ્લેખનીય છે કે શ્રેયસને થોડા સમય પહેલાં હાર્ટ એટેક આવ્યો હતો. જોકે, તેની પત્નીએ કેટલાક અજાણ્યા લોકોની મદદથી તેને સમયસર હોસ્પિટલ પહોંચાડયો હતો. તરત જ સારવાર મળી જતાં તે બચી ગયો હતો. તે પછી તેણે પોતાનું શૂટિંગ પણ ફરી શરૂ કરી દીધું છે.