પોતાના મુગ્ધ અવાજ દ્વારા દેશ વિદેશમાં વસતા ભારતીયોમાં અનેરૂ આકર્ષણ જમાવનાર શ્રેયા ઘોષાલના રોક અોન મ્યુઝિક દ્વારા લેસ્ટરના ડીમોન્ટફોર્ટ હોલ ખાતે તા. ૬ મે અને ઇવેન્ટીમ એપોલો, લંડન ખાતે તા. ૭મી મે, ૨૦૧૬ના રોજ યોજાયેલા બન્ને શો હાઉસફુલ થઇ ગયા છે.
શ્રેયા ઘોષાલ લાઇવ કોન્સર્ટ કાર્યક્રમને રજૂ કરનાર રોક અોન મ્યુઝિકના સ્થાપક શ્રી વિજયભાઇ ભોલા દ્વારા આ અગાઉ યુકેમાં અદનાન સામી, અરીજીત સિંઘ, શ્રેયા ઘોષાલ, સુનિધિ ચૌહાણ, સલીમ સુલેમાન, પંકજ ઉધાસ સહિત વિખ્યાત ગાયક કલાકારો સંગીતકારોના કાર્યક્રમો યોજાઇ ચૂક્યા છે. શ્રેયા ઘોષાલે એક પત્રકાર પરિષદમાં સાફ જણાવ્યું હતું કે 'વિજયભાઇ ભોલા 'ચીકની ચમેલી' જેવા ગીતો રજૂ નહિં કરવા મને જણાવેલ છે જે સાબીત કરે છે કે તેઅો સ્વચ્છ ગીત સંગીત અને મનોરંજક કાર્યક્રમો રજૂ કરવા માંગે છે.'
વિજયભાઇ ભોલા 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ'ના પ્રસંશક છે અને રોક અોન મ્યુઝિકના કાર્યક્રમોની જાહેરાત નિયમીતપણે આપણા બન્ને અખબારોમાં જોવા મળે છે. આ વર્ષે રોક અોન મ્યુઝિક દ્વારા શંકર અહેસાન અને જુલાઇ માસમાં અરીજીત સિંઘના કાર્યક્રમો રજૂ કરાનાર છે.
પ્રસ્તુત તસવીરમાં શ્રેયા ઘોષાલ અને રોક અોન મ્યુઝિકના શ્રી વિજયભાઇ ભોલા નજરે પડે છે.
(તસવીર સૌજન્ય: રાજુ વ્યાસ)