પ્રજ્ઞાચક્ષુ હોવા છતાં સૌથી વધુ હિન્દી ફિલ્મોમાં સંગીત પીરસીને અનેક યાદગાર ધૂન આપનાર પીઢ સંગીતકાર રવીન્દ્ર જૈનનું ૯ ઓક્ટોબરે મુંબઈમાં નિધન થયું છે. તેઓ ૭૧ વર્ષના હતા. તેમનાં નિધનથી બોલિવૂડમાં શોક વ્યાપ્યો છે. તેમના પરિવારમાં પત્ની દિવ્યા, પુત્ર આયુષ્યમાન બે ભાઈઓ અખિલેશ અને મુનિન્દ્રનો સમાવેશ થાય છે. સદ્ગતના અંતિમ સંસ્કાર મુંબઇમાં કરવામાં આવ્યા હતા. જેમાં બોલિવૂડના જાણીતા ફિલ્મકારો ઉપસ્થિત રહ્યા હતા.