સંજય દત્તે ૨૯ જુલાઇએ તેનો ૫૬મો જન્મદિન પૂણેની યરવડા જેલમાં પત્ની માન્યતા સાથે ઊજવ્યો છે. માન્યતા આ દિવસે વહેલી સવારે જેલમાં પહોંચી હતી અને સંજય દત્તને મનપસંદ અનેક ગિફ્ટ્સ અને કેક તેની સાથે લઈ ગઈ હતી. સંજય સાથે કેટલાક કલાકો વિતાવીને તે મુંબઇ પરત આવી હતી. સંજય દત્ત ૧૯૯૩નાં મુંબઈ સિરિયલ બોમ્બ બ્લાસ્ટમાં દોષિત ઠર્યા પછી જેલમાં સજા કાપી રહ્યો છે. છેલ્લા ૩૦ વર્ષમાં અનેક ફિલ્મોમાં યાદગાર અભિનય કરનાર સંજય આજે પણ તેના ચાહકોનાં દિલમાં વસે છે. તાજેતરમાં જ રિલીઝ થયેલી ‘પીકે’ ફિલ્મમાં તેનો અભિનય વખણાયું હતું. સંજયે સૌપ્રથમ રેશ્મા ઔર શેરામાં અભિનય કર્યો હતો, જોકે હીરો તરીકે તેની પ્રથમ ફિલ્મ ‘રોકી’ હતી જે હિટ ગઇ હતી. ઉલ્લેખનીય છે કે સંજય દત્તને ૧૯૯૩માં બોંબ બ્લાસ્ટ થયા તે દરમિયાન ગેરકાયદે હથિયાર રાખવાના આરોપમાં પાંચ વર્ષની જેલ સજા થઇ છે.