વર્ષ ૧૯૯૩માં મુંબઇમાં થયેલા શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટ કેસના આરોપી અને અભિનેતા સંજય દત્તની ૩૦ દિવસની પેરોલ મંજૂર થઇ છે. અત્યારે પૂણેની યરવડા જેલમાં ૪૨ મહિનાની સજા ભોગવી રહેલા સંજયે પુત્રીનાં નાકના ઓપરેશન માટે જૂન મહિનામાં પેરોલ માટે અરજી કરી હતી. પરંતુ પૂણે ડિવિઝનલ કમિશનર એસ. ચોકાલિંગમે ૨૫ ઓગસ્ટે પેરોલ મંજૂર કરી હોવાથી જરૂરી પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી તે ગુરુવારે મુંબઇસ્થિત ઘરે પહોંચ્યો હતો. ૩૦ દિવસની પેરોલ વધુ ૬૦ દિવસ માટે લંબાવી શકાતી હોવાથી સંજય દત્ત ત્રણ મહિના માટે ઘરે રહી શકશે.