હરીદ્વારમાં ગત મહિને યોજાયેલા મહામૃત્યુંજય એકાદશ રૂદ્ર મહાયજ્ઞમાં મનીષા કોઈરાલા હાજરી હતી. જેમાં તેણે ભગવા રંગની સાડી પહેરી હતી. તેની હાજરીથી એવી અટકળો વહેતી થઇ હતી કે તેણે કેન્સર સામેની લડતમાં જીત મેળવી હોવાથી આ યજ્ઞમાં આવી હતી.પરંતુ મહાયોગી પાઈલટબાબાના કહેવા મુજબ આ યજ્ઞ દુનિયાની શાંતિ માટે થયો હતો. આ અંગે ૪૪ વર્ષીય મનીષા કોઈરાલાને પૂછાયું કે, તે ફિલ્મો છોડીને આધ્યાત્મિકતા અને સંન્યાસ સ્વીકારવાનું તો નથી વિચારી રહીને? ત્યારે મનીષાએ કહ્યું કે, ‘ફિલ્મો મારી જીવાદોરી છે. ફિલ્મો વગરના જીવન વિશે વિચારવું પણ મારા માટે ઘણું જ પીડાદાયક છે. જો કે સમય આવશે ત્યારે હું આધ્યાત્મિકતા તરફ જઈશ, પરંતુ હમણા નહીં, તેમ છતા હરીદ્વાર આવવું આધ્યાત્મિકતાના અનુભવને વધુ ઉંચે લઈ જાય છે. હું એવું વિચારું છું કે, સંન્યાસી જેવુ મુશ્કેલ જીવન જીવવા માટે હું હજી તૈયાર નથી. સાધ્વી બનવા માટે ફકત ભગવી સાડી પહેરવી પુરતી નથી, એના માટે બીજુ ઘણું જરૂરી છે જે મારામાં જરા પણ નથી, તેમ છતાં હું એવું ઈચ્છુ છું કે એક દિવસ હું સાધ્વી બનું. જો કે અત્યારે તો હું ફિલ્મોથી દૂર ભાગવાનું વિચારી પણ નહીં શકું. અહીં આવવા અગાઉ જ મેં બે ફિલ્મ સાઈન કરી છે, જેમાંની એક રાજકુમાર સંતોષીની ફિલ્મ છે અને બીજી એક તામિલ ફિલ્મ છે.’