થોડા દિવસથી સોનમ કપૂરનો એક વીડિયો ફરતો થયો છે જેમાં તેણે સંબંધો અને તેના તુટવા અંગે પોતાના નિખાલસ અને સ્ત્રીસહજ સંવેદનાઓથી અલગ વિચારો વ્યક્ત કર્યા છે. તેણે જણાવ્યું છે કે, ’સંબંધો તો તો તુટે પરંતુ તેની ચિંતા કરવાની જરૂર નથી. તમારે નિશ્ચિત બનીને સંબંધોમાંથી મુક્ત થવું જોઈએ. મેં પોતે પણ તેમ કર્યું છે.’ અગાઉ પૂનિત મલ્હોત્રા સાથે તેનું ડેટિંગ ચાલતું હતું તેવી ચર્ચા હતી. હવે તેઓ છૂટા પડી ગયા છે તેવી વાતો પણ થઇ રહી છે. અનિલ કપૂરની પુત્રી સોનમે આ અંગે ટ્વિટર પર જણાવ્યું હતું કે, ‘મેં પણ બ્રેકઅપ કર્યું છે. આપણે યુવાન છીએ, ચંચળ છીએ અને ક્યારેક ભૂલ થઈ જાય. તેનાથી આપણે મુક્ત થઈ જવું જોઈએ.’