સૂત્રોના જણાવ્યા પ્રમાણે મોદીએ મનોજ તિવારીને કહ્યું હતું કે તેઓ સ્વચ્છ ફિલ્મો જ કરે અને મસાલા ફિલ્મોથી દૂર રહે. મનોજ તિવારી, ઉત્તર-પૂર્વ દિલ્હી લોકસભા બેઠકથી ભાજપની ટિકિટ પર ચૂંટણી જીત્યા છે.
મનોજ તિવારીએ જણાવ્યું હતું, ‘મોદીજી સાથે મારે વાત થઈ હતી. તેમણે ભોજપુરી ફિલ્મોથી દૂર રહેવાની સલાહ બિલકુલ આપી નથી પરંતુ એવું જરૂર કહ્યું છે કે હું એવી ફિલ્મો કરું જેને તેઓ નિહાળી શકે.’ તિવારીએ વધુમાં જણાવ્યું હતું, ‘પીએમ ઈચ્છે છે કે અમે સ્વચ્છ સામાજિક સંદેશ આપતી ભોજપુરી ફિલ્મો કરીએ.’