તે સેક્સટોય્ઝ જેવી એડલ્ટ પ્રોડક્ટને ઓનલાઈન વેચનારી કંપની ‘આઈએમ બેશરમ’ની બ્રાન્ડ એમ્બેસેડર તરીકે જોડાયેલી રહેશે. સનીએ થોડા સમય અગાઉ કહ્યું હતું કે, તે પોતાને બોલિવૂડમાં એક્સ્પોઝ કરવા નથી ઇચ્છતી પણ પોતાના અભિનયનો દમ દેખાડવા માગે છે. તેણે વધુ કહ્યું કે પોર્ન ફિલ્મો સાથે હવે તેને કોઈ સંબંધ નથી. જ્યારે અત્યારે એવી ચર્ચા થઈ રહી છે કે સેક્સટોય્ઝ જેવી ચીજોનું ઓનલાઈન વેચાણ કરતી રાજ અરમાનીની આ કંપની સાથે સનીએ ફરીથી કરાર કર્યો છે.
કંપનીના સ્થાપક અરમાની કહેવું છે કે રૂ. ૨૫૦૦થી ૪,૦૦૦નાં સેક્સટોય્ઝનો વરપાશ બોલિવૂડના કલાકારો, અધિકારીઓ ઉપરાંત મુંબઈ અને દિલ્હીના રહેણાંક વિસ્તારોમાં સૌથી વધારે થાય છે. રાજ અરમાની પોતાની વેબસાઈટ પર લિપસ્ટિક, મસ્કરા અને હેરબ્રશ જેવી ચીજો ભલે વેચતા હોય પણ તે ખરેખર કંઈક જુદી ચીજો છે, હકીકતમાં તો લિપસ્ટિકના સ્વરૂપે તેઓ વાઇબ્રેટર અને હેરબ્રશના બદલે તેઓ મસાજર વેચે છે. આ ચીજવસ્તુઓને કસ્ટમ, એરપોર્ટ અને કોઈ પણ પ્રકારની સિક્યુરિટી દ્વારા તેની અસલિયતની તપાસ કરવી અશક્ય બાબત છે.
સનીને કેટલા રૂ. મળશે?
બોલિવૂડમાં આવ્યા પહેલાં સનીએ આ કંપની સાથે રૂ. ૬ લાખ ૩૫ હજારમાં કરાર નક્કી કર્યો હતો. જ્યારે હવે કરારને રિન્યૂ કરવા અંગેની વાત થઇ તો બોલિવૂડમાં જાણીતી બનેલી સનીએ તેનો ભાવ રૂ. બે કરોડ નક્કી કર્યો હતો. આમ છતાં સનીને આ વળતર ચૂકવવામાં અરમાનીને કોઈ તકલીફ નથી અને તેઓ આ રકમ આપવા તૈયાર છે.