સલમાન ખાન સહિત ઘણા બોલિવૂડ સ્ટાર્સે હોંગકોંગ, ઓસ્ટ્રેલિયા અને ન્યૂ ઝીલેન્ડમાં આ વર્ષે યોજાયેલા મ્યુઝિકલ કોન્સર્ટ ‘દબંગ ટૂર’માં પરફોર્મ કર્યું હતું. હવે ટૂરની બીજી સિઝન બ્રિટનમાં યોજાશે. સલમાન ખાન, સોનાક્ષી સિન્હા, પ્રભુ દેવા વગેરે કલાકારો સપ્ટેમ્બરમાં બ્રિટન જશે. કલાકાર દેશના વિભિન્ન શહેરોમાં પરફોર્મ કરશે. ઉલ્લેખનીય છે કે વિગત સિઝનમાં સામેલ બિપાશા બાસુ વખતે ભાગ નહીં લે. હાલ, ટૂરની તારીખ ૧૪-૧૫ સપ્ટેમ્બર કહેવાઇ રહી છે, જોકે આ તારીખોમાં ફેરફાર થઈ શકે છે. કહેવાય છે કે આ ટૂરમાં સોનાક્ષી સિન્હા ટૂરનો મહત્ત્વનો ભાગ છે અને સલમાન અને સોનાક્ષી ટૂરમાં સાથે પરફોર્મ કરશે.