તાજેતરમાં જ પ્રેગનેન્ટ ફિલ્મ અભિનેત્રી સમીરા રેડ્ડીનું અંડરવોટર ફોટોશૂટ સોશિયલ મીડિયા પર ઘણું વાયરલ થયું હતું. ફ્લોકોસન્ટ ગ્રીન બિકીનામાં માથા સમાણા પાણીમાં નવ મહિનાના ગર્ભ સાથે સગર્ભા સમીરાએ ફોટોશૂટ કરાવ્યું હતું. તેણે જણાવ્યું હતું કે હું એક સગર્ભાની ખૂબસૂરતીને આ ફોટોગ્રાફ્સથી ઉજાગર કરવા માગતી હતી. હવે તાજા સમાચાર એ છે કે સમીરાએ પુત્રીને જન્મ આપ્યો છે. સમીરા રેડ્ડી અને અક્ષઈ વર્દે બીજી વખત માતા - પિતા બન્યા છે. આ દંપતીને ત્રણ વર્ષનો પુત્ર પણ છે.