સરકારી ચેનલના બ્રાન્ડ એમ્બેસેડર માટે અમિતાભને રૂ. ૬.૩૧ કરોડ અપાયા

Monday 20th July 2015 10:56 EDT
 
 

થોડા સમય પહેલા શરૂ થયેલી દૂરદર્શનની કિસાન ચેનલના બ્રાન્ડ એમ્બેસેડર બનાવાયેલા અમિતાભ બચ્ચનને તેના માટે રૂ. ૬.૩૧ કરોડ ચૂકવાયા છે. આ રકમ ચેનલના કુલ બજેટ રૂ. ૪૫ કરોડનો સાતમો ભાગ છે. એટલે કે બજેટનો અંદાજે ૧૫ ટકા ભાગ જ અમિતાભ બચ્ચનને ફાળે આવ્યો છે. પોતાની કોઈ ચેનલના પ્રચાર માટે દૂરદર્શને આટલી મોટી રકમ આજ સુધી કોઈ પણ કલાકારને આપી નહીં હોવાનું કહેવાય છે.

દૂરદર્શન પેનલની એડવર્ટાઇઝ એજન્સી- લિન્ટાસ ઈન્ડિયા પ્રા. લિ.એ અમિતાભ અને કેન્દ્ર સરકાર વચ્ચે આ કરાર કરાવ્યો છે.

કરાર મુજબ ચેનલની જાહેરાત માટે અમિતાભને ટી.વી. પ્રિન્ટ, ઈન્ટરનેટ અને ફિલ્મ એડ માટે શૂટિંગ કરવું પડશે. સૂત્રો કહે છે કે શૂટિંગ પણ એક જ દિવસનું હશે અને જાહેરાતનું પ્રસારણ ૩૦ એપ્રિલ, ૨૦૧૬ સુધી કરાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter