‘ભાઇજાન’ તેમની દિલેરી, માનવીય અભિગમ માટે જાણીતા છે. બોલિવૂડમાં કોઈ પણ કલાકારના ખરાબ દિવસ ચાલતા હોય તો સલમાન ખાન તેમની સહાયતા કરવામાં સૌથી મોખરે હોય છે. આ વખતે સલમાન જાણીતાં કોરિયોગ્રાફર સરોજ ખાનની વહારે પહોંચ્યો છે. સરોજ ખાન પાસે લાંબા સમયથી કોઈ કામ નથી. નેવુંના દાયકામાં માધુરી, શ્રીદેવી અને સુસ્મિતા સેન સહિતના અનેક કલાકારોને ડાન્સના સ્ટેપ શીખવાડીને પોતાની આંગળીના ઇશારે નચાવ્યા છે. અનેક યાદગાર ગીતોની કોરિયોગ્રાફી કરનાર સરોજ ખાનના હાથમાં લાંબા સમયથી કંઇ કામ નહોતું. આ વાતની જાણ થતાં જ સલમાન ખાને પોતાની આગામી ફિલ્મ ‘દબંગ-૩’માં કામ કરવાની ઓફર આપી છે.