વર્ષોના અબોલા પછી શાહરુખ ખાન અને સલમાન ખાનની મિત્રતા પાછી બંધાઈ હતી. આ બંનેની પુનઃમૈત્રીને બે વર્ષ થવા આવ્યા છે અને દોસ્તી વધુ ગાઢ બનતી દેખાઈ રહી છે. સોશિયલ મીડિયા અને કાર્યક્રમોમાં તેઓ એકબીજાના વખાણ કરતા નજરે પડે છે તો એકબીજાની ફિલ્મને પણ પ્રમોટ કરતા દેખાય છે. આ ઉપરાંત અવારનવાર પાર્ટીમાં પણ બંને પરિવારો સહિત સાથે દેખાતા હોય છે. તાજેતરમાં આ બંને મિત્રો મુંબઈની સડકો પર સાથે જોવા મળ્યા હતા. સલમાન ખાન, શાહરુખ ખાન અને શાહરુખનો દીકરો આર્યન સાઇકલ ચલાવતા મુંબઈની સડકો પર નજરે પડ્યા હતા. શાહરુખે આ અંગે ટ્વિટ કર્યું હતું કે, ભાઈ ભાઈ ઓન બાઈક બાઈક, પ્રદુષણ નહીં, ભાઈ કહે છે, માઈકલ લાલ સાઈકલ લાલ.