સલમાન ખાનની ‘દબંગ’ સિરીઝની ફિલ્મ ‘દબંગ ૩’નું શૂટિંગ એપ્રિલ મહિનાથી મધ્ય પ્રદેશમાં શરૂ થશે. ૧૨ મહિનાથી ફિલ્મની સ્ક્રીપ્ટ અને સ્ક્રીનપ્લે પર કામ કરી રહ્યા છે અને ટૂંક સમયમાં તેના ડાયલોગ્સ લખવાનું કામ પણ પૂરું થઈ જશે. ફિલ્મના સંગીતકાર સાજીદ-વાજીદ છે. ‘દબંગ’ સિરીઝની અગાઉની બે ફિલ્મોમાં સલમાન ખાનની ચુલબુલ પાંડેની કરેલી પોલીસની ભૂમિકા ભારે વખણાઈ હતી. તેમાંના આઇટમ સોંગ્સ ‘મુન્ની બદનામ’ અને ‘ફેવિકોલ’ ખૂબ જ લોકપ્રિય સાબિત થયાં હતાં.