સલમાન પર બોલિવૂડના રૂ. ૬૫૦ કરોડનું જોખમ

Saturday 25th April 2015 07:15 EDT
 
 

સલમાનખાન પર મુંબઇની કોર્ટમાં ચાલી રહેલા હિટ એન્ડ રન કેસનો ચુકાદો હવે છ મેના રોજ આવશે. આ કેસનો ચુકાદો શું આવશે એ તો ત્યારે જ ખબર પડશે, પરંતુ આ ચુકાદાની અસર મુંબઇની ફિલ્મ ઈન્ડસ્ટ્રી પર પડી શકે છે. સલમાન અત્યારે ‘પ્રેમ રતન ધન પાયો, ‘બજરંગી ભાઈજાન’ અને તેના હોમ પ્રોડક્શનની ફિલ્મ ‘હીરો’ના નિર્માણમાં વ્યસ્ત છે. આ ત્રણેય ફિલ્મમાં સલમાનની પાછળ અંદાજે રૂ. ૩૦૦ કરોડનો દાવ લાગેલો છે. જો તેમની અન્ય ફિલ્મો કરણ જોહર સાથેની ‘શુદ્ધિ’, અનીસ બાઝમીની ‘નો એન્ટ્રી મેં એન્ટ્રી’ આદિત્ય ચોપડાની ‘સુલતાન’ અને મહેશ માંજરેકર સાથેની ફિલ્મ તેમ જ દસ એન્ડોર્સમેન્ટ કોન્ટ્રાક્ટને ધ્યાનમાં લઈએ તો સલમાન માથે રૂ. ૬૦૦થી ૬૫૦ કરોડનું રોકાણ થયું છે. જોકે ઈન્ડસ્ટ્રીના કેટલાક લોકો માને છે કે સલમાનના કેસનો ચુકાદો ગમે તે આવે, તેના પર લાગેલા પૈસાને કારણે તે હાઈ કોર્ટમાં અરજી કરી શકે એમ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter