મુંબઈઃ સલમાન ખાનના લગ્નની વાતો કેટલાય સમયથી થઇ રહી છે. અભિનેતાના પિતાએ તો ખુદ ટાંક્યુ હતું કે મારો દીકરો ક્યારે લગ્ન કરશે તેની જાણઇ શ્વરને પણ નહીં હોય. જોકે હાલમાં તો સલમાનના લૂલિયા વંતૂર સાથેના ગાઢ સંબંધો અને લગ્નની ચર્ચાએ જોર પકડ્યું છે.
સત્તાવાર જાહેરાત નહીંઃ સલમાને એક ઇન્ટરવ્યુ દરમિયાન કહ્યું હતું કે, તે કઇ સાલમાં લગ્ન કરશે તે નક્કી નથી પરંતુ જ્યારે પણ કરશે ત્યારે તારીખ ૧૮ નવેમ્બર જ હશે. આ તેના માતા-પિતા સલમા અને સલીમ ખાનના લગ્નની તારીખ હોવાથી અભિનેતા પણ ત્યારે જ લગ્ન કરવા માગે છે. હવે આમાં નવી વાત એ છે કે સલમાનની સ્ત્રીમિત્ર લૂલિયાના વિઝા પૂરા થતા હોવાથી તેણે ફરી વિઝા રિન્યુ કરાવવા રોમાનિયા જવું પડશે. એ પછી લૂલિયા છેક ત્રણ મહિને ભારત પાછી ફરી શકશે. જોકે તેની મેનેજર અહીંથી બધું જ પાર પડે તેવા પ્રયાસ કરી રહી છે. તેથી એક વાત એવી ચર્ચામાં છે કે સલમાન ફક્ત ૧૫-૨૦ જણાની હાજરીમાં લૂલિયા સાથે લગ્ન કરી લેશે જેથી વિઝાની સમસ્યા ઊકેલી શકાય. જોકે હજી આ વાતને કોઇ સત્તાવાર સમર્થન મળ્યું નથી. ઉલ્લેખનીય છે કે સલમાન જ નહીં પરંતુ સંપૂર્ણ ખાન પરિવાર લૂલિયાને પસંદ કરે છે.