બોલિવૂડના દબંગ ખાનના માથા પર કેસની જેમ ટેક્સ પણ બોલે છે, પણ એડવાન્સ. સલમાન ખાને વર્ષ ૨૦૧૫માં એડવાન્સ ટેકસ ભરવામાં અક્ષય કુમારને પણ પાછળ છોડી દીધો છે. ઇન્કમટેકસ વિભાગ મુજબ સલમાને આ વર્ષે રૂ. વીસ કરોડનો એડવાન્સ ટેકસ ભર્યો છે અને અક્ષય કુમારે રૂ. ૧૬ કરોડનો એડવાન્સ ટેકસ જમા કરાવ્યો છે.
ઇન્કમ ટેકસ વિભાગ મુજબ આ બંને બાદ રણબીર કપૂર, શાહરુખ ખાન અને અમિતાભ બચ્ચનનું નામ આવે છે. મુંબઇ આઇટી વિભાગે થર્ડ કવાર્ટર (૩૧ ડિસેમ્બર) સુધીનો ડેટા રિલીઝ કર્યો છે. જોકે અંતિમ કવાર્ટર (જાન્યુઆરીથી માર્ચ સુધી)ના ડેટાને જોઇને ખબર પડશે કે કયા અભિનેતાએ ફાઇનાન્શ્યિલ યરમાં સૌથી વધુ કર ચૂકવ્યો છે.
કયા અભિનેતાએ કેટલો કર ચૂકવ્યો?
સલમાન ખાન: રૂ. ૨૦ કરોડ
સલમાનની ફિલ્મોએ આ વર્ષે બમ્પર કમાણી કરી છે. તેણે રૂ. ૨૦ કરોડ એડવાન્સ ટેક્સ ચૂકવ્યો છે. બજરંગી ભાઇજાને વિશ્વભરમાં રૂ. ૬૦૦ કરોડ અને પ્રેમ રતન ધન પાયોએ રૂ. ૨૦૦ કરોડની કમાણી કરી છે.
અક્ષયકુમાર: રૂ. ૧૬ કરોડ
અક્ષય કુમારની વર્ષ ૨૦૧૫માં બેબી, બ્રધર્સ, ગબ્બર ઇઝ બેક અને સિંઘ ઇઝ બ્લિંગ ફિલ્મો રિલીઝ થઇ છે. આ ચારેય ફિલ્મોએ બોકસ ઓફિસ પર સારો બિઝનેસ કર્યો છે. તેણે રૂ. ૧૬ કરોડ ટેક્સ ચૂકવ્યો છે.
શાહરુખ ખાન: રૂ. ૧૪ કરોડ
શાહરુખ ખાન સૌથી વધુ કર ચૂકવવાની યાદીમાં ચોથા ક્રમે છે. આ વર્ષે તેની માત્ર એક જ ફિલ્મ દિલવાલે આવી છે. તેણે રૂ. ૧૪ કરોડનો ટેક્સ ચૂકવ્યો છે.
અમિતાભ બચ્ચન: રૂ. ૮.૭૫ કરોડ
અમિતાભ બચ્ચને એડવાન્સ ટેકસ તરીકે રૂ. ૮.૭૫ કરોડ ઇન્કમ ટેકસ વિભાગમાં જમા કરાવ્યા છે.