નવી દિલ્હી: બોલિવૂડના સુપરસ્ટાર સલમાન ખાન આમ તો પોતાની સાથે જોડાયેલા લોકોનો ખૂબ ખ્યાલ રાખે છે અને સલમાનની સાથે કામ કરનાર લોકો પણ લાંબા સમયથી તેમની સાથે જોડાયેલા રહે છે, પરંતુ જો કોઈ તેમની સાથે દગો કરે તો સલમાન તેને માફ કરતો નથી. એક વેબસાઈટની ખબર મુજબ સલમાનને ખબર પડી કે તેમનો બોડીગાર્ડ તેની સાથે જોડાયેલી વાતો જાહેર કરતો હતો. જેના કારણે મીડિયામાં ખબરો બનતી હતી અને અફવાઓ ઊડતી હતી. તેથી સલમાને તુરંત જ પોતાના ત્રણ અંગરક્ષકોને નોકરીમાંથી કાઢી મૂક્યા. જોકે, આ બાબતને સલમાન કે તેની ટીમ તરફથી કંઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.