સલમાનની પૂર્વ ગર્લફ્રેન્ડ સોમીને લોરેન્સ સાથે વાત કરવી છે

Sunday 27th October 2024 07:46 EDT
 
 

બાબા સિદ્દીકીની હત્યા પછી સલમાનના મિત્રો-સ્વજનો તેની સુરક્ષા મામલે ચિંતિત છે ત્યારે સલમાનની પૂર્વ ગર્લફ્રેન્ડ સોમી અલીએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને બધાને આશ્ચર્યમાં મૂકી દીધા છે. વીડિયો પોસ્ટમાં સોમીએ લોરેન્સ બિશ્નોઈને ખાસ અપીલ કરી છે. સોમીએ પોસ્ટમાં લખ્યું છે કે તે લોરેન્સ સાથે ઝૂમ પર વાત કરવા માંગે છે. તે પછી બિશ્નોઇ સમાજના સુપ્રસિદ્ધ મંદિરે પૂજા કરવા પણ જશે. લોરેન્સ પાસે સોમી અલીએ તેનો મોબાઈલ નંબર માંગ્યો છે. સોમી અલીએ પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, ‘આ મેસેજ લોરેન્સ બિશ્નોઈને સીધો મેસેજ છે. નમસ્તે લોરેન્સ બિશ્નોઈભાઈ, સાંભળ્યું છે અને જોયું પણ છે કે તમે જેલમાંથી પણ ઝૂમ કોલ કરી રહ્યા છો. મારે તમારી સાથે કેટલીક વાતો કરવી છે. કૃપા કરીને મને કહો કે તે ફોન કઈ રીતે થઈ શકે છે? સમગ્ર વિશ્વમાં અમારી પસંદનું સ્થાન રાજસ્થાન છે. અમે તમારા મંદિરે આવવા માંગીએ છીએ, પરંતુ પહેલાં એક ઝૂમ કોલ કરીને તમારી સાથે થોડી વાતો થઈ જાય. તમારો મોબાઈલ નંબર આપશો તો મોટો ઉપકાર રહેશે. આભાર.’ ઉલ્લેખનીય છે કે લોરેન્સ બિશ્નોઈ ભૂતકાળમાં એક ઇન્ટરવ્યૂમાં કહી ચૂક્યો છે કે સલમાને કાળિયાર હરણ માર્યું હોવાથી બિશ્નોઈ સમાજ તેનાથી નારાજ છે. સલમાન મંદિરે આવીને પૂજા કરીને માફી માંગી લેશે તો તેને માફ કરી દેવામાં આવશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter