સલમાન ખાન બોલિવૂડમાં સતત નવા ચહેરા લોન્ચ કરી રહ્યો છે. થોડા સમય પહેલા તેણે જાહેર કર્યું હતું કે તે ઝહિર ઇકબાલ અને મોહનિશ બહલની પુત્રી પ્રનૂતનને લઈને આવી રહ્યો છે. સલમાન ખાને હવે આ જોડીને ચમકાવતી ફિલ્મ ‘નોટબૂક’ વિશે સોશિયલ મીડિયા પર શેર કર્યું છે કે, કોઈને મળ્યા વિના શું પ્રેમ થઈ શકે? સલમાને એમ પણ જણાવ્યું છે કે ઝહિર ઇકબાલ અને પ્રનૂતનને ચમકાવતી ‘નોટબૂક’ ૨૯ માર્ચે રીલિઝ થશે. ઉલ્લેખનીય રહેશે કે પ્રનૂતન તેની દાદી અને વીતેલા જમાનાની સફળ અભિનેત્રી નૂતન જેવો જ ચહેરો અને કદ-કાઠી ધરાવે છે.