સલમાનની ‘સિકંદર’માં રશ્મિકાની એન્ટ્રી

Monday 20th May 2024 11:00 EDT
 
 

સલમાન ખાનની ફિલ્મ ‘સિકંદર’માં રશ્મિકા મંદાનાની હિરોઈન તરીકે એન્ટ્રી થઈ છે. રશ્મિકાની ભૂમિકા વિશે વધારે વિગતો અપાઈ નથી પરંતુ નેટ યૂઝર્સ કોમેન્ટસ કરી રહ્યા છે કે સલમાન સામે તેના કરતાં 30 વર્ષ નાની રશ્મિકાને સ્ક્રીન પર રોમાન્સ કરતાં ન દેખાડાય તો સારું રહેશે. રશ્મિકાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ચાહકોને કહ્યું હતું કે તે સલમાનની ફિલ્મમાં કામ કરી રહી છે. રશ્મિકાના કહેવા મુજબ આ ફિલ્મ આગામી વર્ષે ઈદ દરમિયાન રીલિઝ કરવાનું પ્લાનિંગ છે. ફિલ્મના ડાયરેક્ટર એ.આર. મુરગાદોસ છે અને સાજિદ નડિયાદવાલા ફિલ્મનું નિર્માણ કરી રહ્યા છે. સલમાનની પાછલાં વર્ષોની મોટા ભાગની ફિલ્મો સદંતર ફલોપ થઈ ચૂકી હોવાથી હવે આ એક્શન ફિલ્મ પર તેને બહુ આશા છે. જોકે, સલમાન અને રશ્મિકાની જોડી મુદ્દે સોશિયલ મીડિયા પર મિશ્ર પ્રત્યાઘાતો જોવા મળ્યા છે. કેટલાકે લખ્યું હતું કે અગાઉ ‘સમ્રાટ પૃથ્વીરાજ’માં અક્ષય કુમાર સામે તેના કરતાં 27 વર્ષ નાની માનુષી છિલ્લરને હિરોઈન બનાવવાની ભૂલ કરાઈ હતી. હવે ‘સિકંદર’માં પણ આપણને સલમાન-રશ્મિકાના રોમાન્ટિક દૃશ્યો જોવા ન મળે તેવી આશા છે. ફિલ્મના અન્ય કલાકારો તથા રશ્મિકાની ચોક્કસ ભૂમિકા જોકે હજુ વધુ વિગતો જાહેર થઇ નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter