બોલિવૂડનો દબંગ ખાન ક્યારે ગુસ્સો ગુમાવે એ કોઈ કળી શકે નહીં. આ વખતે તેનો જ એક બોડીગાર્ડ સલમાન ખાનની અડફેટે ચડી ગયો. સલમાન તાજેતરમાં પ્રીતિ ઝિંટાની બર્થ ડે પાર્ટીની ઊજવણીમાં ગયો હતો. પાર્ટી પૂરી થઈ પછી સલમાન ખાન પ્રીતિ ઝિંટા અને સુઝાન ખાનને તેમની કારમાં બેસાડવા ગયો હતો. ત્યાં મીડિયા અને તસવીરકારોના ટોળેટોળા જમા થઇ ગયા. ઝડપથી ફોટા ક્લિક થવા લાગ્યા. સલમાનના બોડીગાર્ડ્ઝ મીડિયાને અટકાવવા લાગ્યા. એક ફોટોગ્રાફર તસવીર ખેંચતા ન અટક્યો અને સલ્લુના બાઉન્સરને ગુસ્સો આવ્યો. તેણે એને ધક્કો મારવાનો પ્રયત્ન કર્યો આ જોતાં જ સલમાન ગુસ્સે ભરાયો બોડીગાર્ડને થપ્પડ મારી દીધી. સાથે પ્રેસને વિનંતી કરી કે તેના ફોટા ન ખેંચે. ભાઈને બોલા તો માન રખના પડેગાની અદાથી મીડિયાએ પણ સલ્લુની વાત માની લીધી. જોકે આ વખતે આ ઉલટી ગંગા વહી. ભૂતકાળમાં સલમાનના મીડિયા સાથે સંબંધો વણસ્યા હતા અને તેણે પ્રેસ પર પ્રતિબંધ મૂકી દીધો હતો.