સલમાનખાનનું નામ હંમેશા વિવાદ સાથે જોડાયેલું છે. તેની નવી ફિલ્મ ‘બજરંગી ભાઈજાન’નું ટ્રેલર રિલીઝ થતાં જ તે એક નવા ધાર્મિક ઝમેલામાં ફસાયો છે. ટ્રેલરમાં સલમાને બજંરગી બનીને જે હનુમાન ચાલીસાનો પાઠ કર્યો છે તેની એક ચોપાઈમાં તેણે એક ખોટો શબ્દ બોલી ગયો છે. આ શબ્દથી જોકે ચોપાઈનો અર્થ તો બદલાતો નથી પણ તુલસીદાસે લખેલા હનુમાન ચાલીસા સાથે તેનો મેળ બેસતો નથી. ફિલ્મમાં સલમાન બોલે છે, ‘સંકટ હરે મિટે સબ પીડા’ અને તુલસીદાસની પંક્તિ છે ‘નાસે રોગ હરે સબ પીડા’. આમ, તો બંનેનો અર્થ સમાન જ છે પણ આ જ શબ્દને કારણે વિવાદ ઊભો થયો છે.