બોલિવૂડ અભિનેત્રી સારા અલી ખાન તેના અભિનયની સાથોસાથ ચુલબુલા અંદાજ માટે પણ જાણીતી છે. સોશિયલ મીડિયા પર અભિનેત્રીની રસપ્રદ પોસ્ટ્સ વાઇરલ થતી રહી છે. થોડા સમય પહેલાં અફવા હતી કે સારા અલી મોડેલ અર્જુન પ્રતાપ બાજવાને ડેટ કરી રહી છે. અનેક લોકોનું માનવું છે કે સારા અને અર્જુન પ્રતાપ ડેટ કરી રહ્યા છે, પરંતુ બન્ને સંબંધોને સિક્રેટ રાખવા માંગે છે. જોકે હવે ફરી બન્ને સાથે વેકેશન માણતા નજરે પડ્યા છે. બન્નેએ રાજસ્થાનની હોટેલમાંથી પોતાની તસવીરો શેર કરતાં ફરી તેમની રિલેશનશિપ ચર્ચામાં છે. સારા રાજસ્થાની વાઈબ એન્જોય કરી રહી છે તો અર્જુન પ્રતાપ બાજવાએ હોટેલ જિમમાં એક્સરસાઈઝ કરતી વેળાની તસવીરો શેર કરી છે. આ પહેલાં સારા અલી ખાન ફિલ્મ ‘કેદારનાથ’માં જોવી મળી હતી. તે સમયે અર્જુન પ્રતાપ બાજવાએ પણ કેદારનાથથી જ કેટલાક ફોટા શેર કર્યા હતા. તે વખતે અફવા ઊડી હતી કે બન્ને ચોરીછૂપીથી ડેટ કરી રહ્યા છે. જોકે બંને તરફથી તે વખતે કોઈ સ્પષ્ટતા થઈ નહોતી.