સિંગર દર્શન રાવલ લગ્નબંધને બંધાયો

Saturday 25th January 2025 03:43 EST
 
 

અમદાવાદના વતની અને જાણીતા બોલિવૂડ સિંગર દર્શન રાવલે શનિવારે નાનપણની બેસ્ટ ફ્રેન્ડ ધારલ સુરેલિયા સાથે લગ્નજીવનનો પ્રારંભ કર્યા છે. દર્શને પોતાના સોશિયલ મીડિયા પર આ પ્રસંગની તસવીરો શેર કરી છે. દર્શને સોશિયલ મીડિયા પર પત્ની ધારલ સાથેની કેટલીક ખુશખુશાલ તસવીરો શેર કરી હતી, જેમાં બંને પરંપરાગત લગ્નપોષાકમાં દેખાતા હતા. દર્શને કેપ્શનમાં લખ્યું હતું, ‘માય બેસ્ટ ફ્રેન્ડ ફોરેવર’. તેણે પોસ્ટ કરતાંની સાથે જ ફેન્સ દ્વારા કમેન્ટ્સ અને શુભેચ્છાનો વરસાદ થયો હતો. ધારલ સુરેલિયા પ્રોફેશનલ આર્કિટેક્ટ છે અને તે અમદાવાદની સેપ્ટ યુનિવર્સિટીમાં ભણી છે. તો દર્શન ‘જબ તુમ ચાહો...’, ‘મેં વો ચાંદ...’, ‘ખીંચ મેરી ફોટો...’, ‘છોગાળા’, ‘કમરિયા...’, ‘ઓઢણી...’, ‘મહેરબાં...’, ‘દિલ જુલાહા...’, ‘કભી તુમ્હે...’ તેમજ ‘ઢીંઢોરા બાજે રે...’ જેવા ગીતો ગાઈ ચૂક્યો છે. દર્શન રાવલે ટીવી રિયાલિટી શોથી સિંગર તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી, તે ઉપરાંત તેણે અમદાવાદમાં પણ પોતાના મિત્રો સાથે મળીને એક મ્યુઝિક બેન્ડ શરૂ કર્યું હતું, જેના અમુક શો પણ થયાં હતાં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter