એક્ટર સિદ્વાંત ચતુર્વેદી અને અમિતાભ બચ્ચનની દોહિત્રી નવ્યા નવેલી નંદા સિરિયસ રિલેશનશિપમાં હોવાનું લાંબા સમયથી કહેવાતું હતું. નવ્યાને બોલિવૂડમાં કરિયર બનાવવાની ખાસ ઈચ્છા ન હતી, પરંતુ તે અવારનવાર સિદ્ધાંત સાથે જોવા મળતી હતી અને તેની સાથે પાર્ટી એન્જોય કરતી હતી. જ્હાન્હવી-શિખરની જેમ નવ્યા-સિદ્ધાંતની જોડી પણ ખૂબ ચર્ચામાં રહેતી હતી. બંનેના ધ્યેય અને દુનિયા અલગ હોવા છતાં લાગણીની રીતે નિકટતા હતી. જોકે હવે તેમની વચ્ચે દોઢેક મહિના અગાઉ જ બ્રેકઅપ થઇ ગયાના રિપોર્ટ્સ છે.
સિદ્ધાંત અને નવ્યાએ આમ તો પોતાના રિલેશનશિપ અંગે ક્યારેય ખુલાસો કર્યો ન હતો. જોકે તેમણે મૌન રહીને પણ પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો હતો. ગયા માર્ચમાં નવ્યાની માતા શ્વેતાના 50મા બર્થ ડેની પાર્ટીમાં સિદ્ધાંત પણ જોવા મળ્યો હતો. પાર્ટીમાં જયા બચ્ચન, અમિતાભ બચ્ચન, કરણ જોહર, સુહાના ખાન અને ગૌરી ખાન જેવા નિકટના મિત્રો જ હતા. નવેમ્બર 2022માં સિદ્ધાંત અને નવ્યા વચ્ચે રોમેન્ટિક રિલેશનશિપ હોવાનું કહેવાતું હતું. નવ્યાએ અનેક વખત સિદ્ધાંતને જાહેરમાં સપોર્ટ કરેલો છે.
જોકે હવે તેમણે પરિપક્વ વિચારણા બાદ કોઈ કડવાશ વગર છૂટા પડવાનો નિર્ણય લીધો હોવાની વાત આવી છે. બ્રેકઅપ પછી પણ સારા મિત્રો તરીકે સાથે રહેવાની તેમની ઈચ્છા છે. તેઓ હજુ પણ એકબીજાને ઈન્સ્ટાગ્રામ પર ફોલો કરી
રહ્યા છે. બ્રેકઅપ અંગે પણ સિદ્ધાર્થ કે નવ્યા તરફથી કોઈ સ્પષ્ટતા થઈ નથી.