બોલિવૂડના શો મેન સુભાષ ઘાઈને કુઆલાલમ્પુરમાં યોજાનારા છઠ્ઠો લાઇફ ટાઇમ અચિવમેન્ટ એવોર્ડ-૨૦૧૫ એનાયત થશે. તેમણે કાલીચરન, કર્ઝ, હીરો અને રામલખન જેવી અનેક હિટ ફિલ્મો બનાવી છે. આ અંગે ઇવેન્ટ પ્રવક્તા આન્દ્ર ટિમિન્સે જણાવ્યું હતું કે, અમે આ એવોર્ડ માટે સુભાષ ઘાઈનું નામ પસંદ કર્યું છે. કારણ કે તેમણે ભારતીય દર્શકો માટે યાદગાર ફિલ્મો બનાવી છે. તેમણે પોતાની કારકિર્દીમાં ઘણી સિદ્ધિ મેળવી છે. ઘાઇએ પોતાની દરેક ફિલ્મમાં કેમિયો કર્યો છે અને તેઓ ૧૯૬૭થી આ બોલિવૂડમાં સક્રિય છે. તેમની રામલખન અને કર્ઝ જેવી ફિલ્મો ખૂબ સફળ થઇ હતી. રામલખનમાં અનિલ કપૂર અને જેકી શ્રોફની જોડીએ ફિલ્મને સુપરહિટ સાબિત કરી હતી. જ્યારે કર્ઝ ફિલ્મમાં રિશી કપૂરનો અભિનય પણ વખાણવા લાયક હતો.