શું અભિનેતા સુશાંતસિંહ રાજપૂત અપમૃત્યુ કેસની તપાસ પર પરદો પડી ગયો? આ કેસની તપાસ કરી રહેલી સીબીઆઈ (સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન)એ શનિવારે પોતાનો ક્લોઝર રિપોર્ટ લોકલ કોર્ટમાં દાખલ કર્યો છે. સુશાતનું મોત 14 જૂન 2020ના રોજ થયુ હતું. તેનો મૃતદેહ મુંબઈસ્થિત તેના ઘરમાં પંખા પર ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. આ કેસમાં રિયા ચક્રવર્તીને ક્લીનચીટ અપાઈ છે. સીબીઆઈએ નોંધ્યું છે કે આત્મહત્યા માટે ઉશ્કેરવાના કોઈ પુરાવા મળ્યા નથી. સુશાંતના પિતાએ પટણામાં દાખલ કરેલી ફરિયાદને આધારે બિહાર પોલીસે તપાસ શરૂ કરી હતી. સીબીઆઇએ ક્લોઝર રિપોર્ટ રજૂ તો કર્યો છે પણ કોર્ટ તે સ્વીકારે છે કે ફરી તપાસનો આદેશ આપે છે તે જોવું રહ્યું.