સુહાના ખાન અને અગત્સ્ય નંદા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સાથે જોવા મળતાં બંને સાથે સાથે નવું વર્ષ મનાવીને પાછાં ફર્યાં હોવાનું કહેવાય છે. જોકે, એરપોર્ટ પર બંને અલગ અલગ કારમાં બેસતાં જોવા મળ્યાં હતાં, પણ બંને એક જ ફલાઈટમાં સાથે આવ્યાં હોવાનું કહેવાય છે. સુહાના અને અગત્સ્યનો પ્રેમ સંબંધ ‘આર્ચીઝ’ ફિલ્મના સેટ પર પાંગર્યો હોવાનું કહેવાય છે. શરૂઆતમાં બંનેના પરિવારોને લાગ્યું હતું કે માત્ર શૂટિંગમાં સાથે હોવાથી તેઓ એકબીજાની કંપની માણી રહ્યા છે. જોકે, અમિતાભ બચ્ચન પરિવાર અને શાહરુખ ખાન બંનેને ખ્યાલ આવ્યો છે કે તેઓ આ સંબંધમાં સિરિયસ છે.