ભારતીય ફિલ્મ સેન્સર બોર્ડના વડા પહલાજ નિહલાનીને પદ પરથી હટાવી દેવાયા છે. તેમના સ્થાને ગીતકાર પ્રસૂન્ન જોશીને અધ્યક્ષપદે નિયુક્ત કરાયા છે. અભિનેત્રી વિદ્યા બાલનને સેન્સર બોર્ડના સભ્ય બનાવાયા છે. નિહલાનીના કાર્યકાળ દરમિયાન તેમના કેટલાક નિર્ણયો માટે ઘણા પ્રશ્નો ઊઠ્યા હતા. ખાસ કરીને ફિલ્મોને પ્રમાણપત્ર આપવા અને તેમાં કાપનું સૂચન કરવાને કારણે તેઓ ચર્ચામાં રહ્યા હતા. મોદી સરકાર સત્તારૂઢ થયા પછી સેન્સર બોર્ડના વડા તરીકે નિહલાનીએ નિયુક્ત કરાયા હતા. તે પછી તેઓ સતત વિવાદોમાં રહ્યા હતા. ફિલ્મોમાં દૃશ્યો અને ડાયલોગ પર કાતર ફેરવવાના નિર્ણય આપવા બાબતે ઘણી વખત બોલિવૂડ સેલિબ્રિટીઓના નિશાને તેઓ રહ્યા હતા.