સેલીના જેટલી વિદેશમાં 14 વરસ ગાળીને ફરી અભિનય કરવા મુંબઇ આવી પહોંચી છે. તેણે ‘નો એન્ટ્રી’ અને ‘અપના સપના મની મની’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. શુક્રવારે અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રામ પર પોતાની એક તસવીર શેર કરીને મુંબઇ આવી પહોંચ્યાનું જણાવ્યું હતું. અભિનેત્રીએ તસવીર સાથે કેપ્શન મૂક્યું હતું કે, ‘14 વરસ વિદેશ રહ્યા પછી હું ફરી કામ માટે આમચી મુંબઇ વાપસ આવી છું....’ સેલીનાને છેલ્લે રામ કમલ મુખર્જીની શોર્ટ ફિલ્મ ‘સિઝન્સ ગ્રીટિંગ્સ’માં જોવા મળી હતી. આ ફિલ્મ 2020માં રિલીઝ કરવામાં આવી હતી. તેણે ‘થેન્ક યૂ’ અને ‘ગોલમાલ રિટર્ન્સ’માં પણ કામ કર્યું છે.