મુંબઈઃ આજકાલ સોનમ કપૂરને લંડનમાં ‘આનંદ’ હી ‘આનંદ’ છે. સોનમ બિઝનેસમેન આનંદ આહુજા સાથે ડેટ કરી રહી હોવાની વાત બોલિવૂડ તેમજ મીડિયામાં કેટલાય સમયથી ચર્ચામાં છે. જોકે અભિનેત્રીએ જાહેરમાં પ્રેમનો સ્વીકાર કર્યો નથી. સોનમ કપૂર હાલ લંડનમાં છે અને ત્યાં હોટલમાં રહેવાની બદલે આનંદ આહુજાના અપાર્ટમેન્ટમાં રહેતી હોવાની ચર્ચા છે.
સોનમ અને આનંદની મિત્રતાની વાત અક્ષય કુમારની એક પાર્ટીથી બહાર આવી છે. હાલ અભિનેત્રી લંડનમાં એક ફિલ્મ ફેસ્ટિવલમાં ગઇ છે. જ્યાં તે પોતાના ભાઇ હર્ષવર્ધનની ડેબ્યુ ફિલ્મ 'મિર્જિયા'ને પ્રમોટ કરવાની છે. લંડનમાં તે કોઇ હોટલમાં રહેવાની બદલે અનંદ આહુજાના અપાર્ટમેન્ટમાં રહે છે.
સોનમે આજ સુધી આનંદ આહુજા સાથેના સંબંધની વાત જાહેરમાં સ્વીકારી નથી, પરંતુ સોશયલ મીડિયા પર સોનમ કપૂર દ્વારા પોસ્ટ કરવામાં આવેલા ફોટા અને વીડિયો દ્વારા એક વાત સ્પષ્ટ થાય છે કે બન્ને વચ્ચે દોસ્તી કરતાં પણ વધુ ગાઢ સંબંધ છે. જોકે આનંદને આ બાબતે પૂછવામાં આવતાં તેણે પણ કોઇ પ્રતિક્રિયા આપી નથી.
એક સમાચાર મુજબ સોનમ અને આનંદ પોતાના સંબંધ માટે ગંભીર છે. જોકે હાલ તેઓ આ બાબતે વાત કરવા રાજી નથી. નજીકના લોકોનું કહેવું છે કે સોનમ અને આનંદ એકબીજાના પ્રેમમાં પાગલ છે. સૂત્રોની વાત સાચી માનીએ તો સોનમ છેલ્લા બે વરસથી આનંદની સાથે ડેટ કરી રહી છે એટલું જ નહી બન્નેના પરિવારોએ પણ આ સંબંધને મંજૂરી આપી દીધી છે.