બોલિવૂડ સિંગર સોના મહાપાત્રાને ઇસરોના જીસેટ-૩૦ સેટેલાઇટના લોન્ચિંગ માટે સ્પેસ એન્જસી એરિયને આમંત્રિત કરી હતી. સોનાએ ત્યાં વિજ્ઞાનના મહત્ત્વ વિશે જણાવ્યું કે, તેના પિતા ઇન્ડિયન નેવીમાં નેવિગેશન સ્પેશિયાલિસ્ટ અને ઇન્સ્ટ્રક્ટર હતા. તેઓ અમને ત્રણેય બહેનોને લોનમાં બેસાડીને સ્ટાર ક્વિઝ રમાડતા હતા. જોકે, મેં એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો પછી સંગીતમાં કરિયર બનાવી. આ બધા છતાં સ્પેસ પ્રત્યેની મારી રુચિ ઘટી નથી. હું નાની હતી ત્યારે લોકો મને પૂછે તે મોટી થઇને શું બનીશ? તો હું એસ્ટ્રોનોટથી માંડીને ખગોળશાસ્ત્રી સુધી કંઇ પણ એવું કહેતી. ઉલ્લેખનીય છે કે સોના આ સન્માન મેળવનારી એકમાત્ર ભારતીય છે.