સામાન્ય રીતે ફિલ્મોમાં શ્રેષ્ઠ અભિનય કરનાર કલાકારને એવોર્ડ આપવામાં આવે છે, પરંતુ ગોલ્ડન કેલા એક અનોખો એવોર્ડ છે. આ એવોર્ડ એવો છે જેને સ્વીકારવા કોઈ કલાકાર તૈયાર ન થાય. ગત સપ્તાહે મુંબઇમાં યોજાયેલા સાતમા ગોલ્ડન કેલા એવોર્ડમાં સોનાક્ષી સિંહાને એક્શન જેક્શન, લિંગા અને હોલિડે ફિલ્મમાં ખરાબ અભિનેત્રી તરીકેનો તેમ જ અર્જુન કપૂરને ગુંડે ફિલ્મ માટે ખરાબ અભિનેતાનો ગોલ્ડન કેલા એવોર્ડ એનાયત થયો હતો. ઉલ્લેખનીય છે કે નવોદિત અભિનેતા અને જેકી શ્રોફના પુત્ર ટાઈગર શ્રોફને પણ ખરાબ શરૂઆતનો એવોર્ડ જાહેર થયો હતો, જ્યારે સૈફઅલી ખાનની હમશક્લ ફિલ્મને સૌથી ખરાબ ફિલ્મનો એવોર્ડ મળ્યો હતો. એક્શન જેક્શન માટે પ્રભુ દેવાને સૌથી ખરાબ દિગ્દર્શકનો એવોર્ડ એનાયત કરાયો હતો.