એક્ટ્રેસ સોનાક્ષી સિંહા હાલમાં પતિ ઝહીર ઈકબાલ સાથે ઓસ્ટ્રેલિયામાં વેકેશનની મજા માણી રહી છે. એક્ટ્રેસનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. જેમાં એક્ટ્રેસના રૂમ બહાર એક સિંહ ગર્જના કરતો જોવા મળે છે. સોનાક્ષીએ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર જંગલની ઝલક પણ બતાવી હતી. સ્ટોરીમાં, એક્ટ્રેસે સૂતેલા ચિત્તા સાથે ફોટો પોસ્ટ કર્યો હતો. ઝહીર સિંહને સ્પર્શ કરી રહ્યો છે, જ્યારે સોનાક્ષી નજીકમાં ઊભી છે. સોનાક્ષી અને ઝહીર કેટલાક દિવસોથી ઓસ્ટ્રેલિયામાં છે. ત્યાં રહીને આ કપલ ક્યારેક મેચની મજા માણતા તો ક્યારેક સાથે એડવેન્ચર એક્ટિવિટી કરતા જોવા મળે છે.